સંસ્કારીનગરી બડોદરામાં સગીરા સાથે બસમાં થયું દુષ્કર્મ

સંસ્કારીનગરી બડોદરામાં સગીરા સાથે બસમાં થયું દુષ્કર્મ

વડોદરા

વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે થયેલા સામુહિક દુષ્કર્મના આરોપી હજી પકડાયા નથી, ત્યાં વધુ એક દુષ્કર્મની ઘટનાએ સંસ્કારી નગરી વડોદરાની કાયદા-વ્યવસ્થા પર સવાલ ઉભા કરી દીધા છે. વડોદરાના ન્યુ VIP રોડ પર પાર્કિંગમાં ઉભેલી બસમાં સગીરા સાથે થયેલ દુષ્કર્મની ઘટનાએ શહેર પોલીસને દોડતી કરી દીધી છે.

હરણી પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તરત જ ત્રણ અધિકારીઓની એક ટીમ બનાવી ટેક્નિકલ અને બીજા અનેક પાંસાઓથી તપાસ શરૂ કરી દીધી.

પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે દુષ્કર્મ કરનાર આરોપી પણ સગીર છે. તેને આ દુષ્કર્મમાં મદદ કરનાર બે મિત્રો પૈકી એક મિત્ર બસનો ડ્રાઇવર છે.

તપાસના અંતે અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે હરણી પોલીસે હાલ તો ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીઘી છે અને કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરી છે